તમારો ફ્રી બ્લોગ કેવી રીતે બનાવવો
તો તમે પોતાનો બ્લોગ બનાવવાનું નક્કી કરી જ લીધું છે? સરસ… તો હવે આપણે ફ્રી બ્લોગ સર્વિસ આપતી મુખ્ય અને પ્રખ્યાત બે વેબસાઈટ જોઈએ.૧. bloggar.com ૨. wordpress.com હવે આપણે બંનેના ફાયદા અને ગેરફાયદા જોઈએ.
૧. bloggar.com
> આ ગૂગલની પોતાની સર્વિસ છે. બ્લોગર.કોમ એ સૌથી વધારે યુઝરફ્રેન્ડલી છે.
> css એડીટીંગ કરી શકાય છે, એટલે કે તમારી મરજી પ્રમાણે તમે થીમમાં ફેરફાર કરી શકો છો.
> જાહેરાત મૂકી શકો છો. અને થર્ડપાર્ટી ટૂલ અને જાવાસ્ક્રીપ્ટ મૂકી શકો છો.
> SEO સરળ નથી. એટલે કે ગૂગલ સર્ચમાં તમારો બ્લોગ ઘણો પાછળ રહી શકે છે. જો કે એમાં પણ સેઓ થાય છે પરંતુ એ થોડું અઘરું છે. હા, આગળના લેખમાં SEO વિભાગમાં bloggar.com માં SEO કઈ રીતે કરવું એ વિગતવાર જણાવેલ છે.
૨. wordpress.com
> વર્ડપ્રેસ એ સૌથી વધારે લોકપ્રિય છે.
> SEO automatic થઇ જાય છે. વર્ડપ્રેસમાં જ તાજા પ્રસિદ્ધ થયેલા લેખો બધાને લોગીન કરતી વખતે દેખાય છે. તમારો બ્લોગ પણ ત્યાં લોકોને દેખાઈ શકે છે.
> જાહેરાત, સ્ક્રીપ્ટ, કે ટૂલ વાપરી શકતા નથી. અને થીમ પણ વર્ડપ્રેસ માં છે તેમાંથી જ કોઈ એક વાપરી શકાય છે.
સારાંશ: જો તમને સારી દેખાય એવી સુંદર થીમ નો શોખ હોય અથવા નવા અખતરા કરવા હોય અને નવા નવા ટૂલ્સ વાપરવા હોય અથવા તમારે એકદમ સરળ રીતે અને કોઈ પણ જાતની માથાકૂટ વગર સીધો બ્લોગ શરુ કરવો હોય તો બ્લોગર.કોમ પસંદ કરો અને જો તમારે સિમ્પલ અને સોબર બ્લોગ જોઈએ પણ તેને જલ્દી થી પ્રખ્યાત કરવાની ગણતરી હોય તો વર્ડપ્રેસ પસંદ કરો.
હવે જોઈએ વર્ડપ્રેસ માં પોતાનો બ્લોગ કઈ રીતે બનાવવો
નીચે આપેલ ચિત્ર જુઓ અને તે પ્રમાણે કરો


૧. અહી ક્લિક કરો https://en.wordpress.com/signup/
૨. blog address માં તમારે જોઈતું બ્લોગ નું નામ પસંદ કરી અને ત્યાં લખો, ત્યાર બાદ તમારું યુઝર નેમ અને પાસવર્ડ લખો અને તમારું ઈમેલ અડ્રેસ લખો.
૩. ભાષા પસંદગીના લીસ્ટમાંથી ગુજરાતી પસંદ કરો અને છેલ્લે create blog પર ક્લિક કરો





૯. હવે posts પર ક્લિક કરો અને all posts પર ક્લિક કરો અહી થી થામને તમારા લખાયેલા હરેક લેખો જોવા મળશે, નીચેનો ફોટો જુવો

૧૦ અત્યારે ત્યાં ઉદાહરણ રૂપે Hello world નામનો એક પોસ્ટ તૈયાર દેખાશે. Hello world પર માઉસ લઇ જવાથી “સંપાદન કરો | quick edit | trash | view” આટલા ઓપ્શન જોવા મળશે. “સંપાદન કરો” પર ક્લિક કરવાથી તે ખુલી જશે, જો તમારે સુધારા વધારા કરવા હોય તો તેમાંથી થશે. trash થી તે ડીલીટ થશે, view થી તમે તેને તે ઓનલાઈન કેવો દેખાય છે તે જોઈ શકશો. અને quick એડિટ થી તમે તેના ટેગ અને કેટેગરી, નામ વગેરે બદલી શકો છો. આપણે અત્યારે તેને ડીલીટ કરવાનો છે તો trash પર ક્લિક કરો



૧૪. બસ તમારો પહેલો લેખ તૈયાર… હવે http://તમારા બ્લોગનું નામ.wordpress.com બ્રાઉઝર મા લખો અને તમારો બ્લોગ તમે જાતેજ જોઇલો… બસ હવે નિયમિત પણે થોડો સમય નવા નવા લેખ લખ્યા કરો અને થોડા સમયમા ગૂગલ સર્ચ મા પણ તમે તમારો બ્લોગ શોધી શકશો.. હા દોસ્તોને અને સબંધીઓ ને જણાવવાનું ચુકતા નહિ…
હવે આપણે જોઈએ blogger મા કઈ રીતે બ્લોગ બનાવવો
1. http://www.blogger.comપર ક્લિક કરો અને તમારા ગૂગલ એકાઉંટથી લોગીન કરો
2. create a blog પર ક્લિક કરો 3. blog title મા તમારા બ્લોગ નું નામ આપો, અને blog address (URL) મા તમારા બ્લોગનું નામ વગર સ્પેસ થી લાખો અને તે ઉપલબ્ધ છે કે નહિ તે જુઓ અથવા બીજું કોઈ નામ રાખી જુઓ

૫. તમારી સ્ક્રીન પર નવા લેખ લખવા માટેની window ખુલી ગઈ હશે, title મા તમારા લેખ નું નામ લખો અને નીચે લેખ લાખો અને priview કરો અથવા publish કરો.. હા, તમે ભાષા પણ પસંદ કરી શકો છો

પરંતુ એક મિનીટ, હવે ટૂલ અને થીમ નું શું? તે આગળના લેખમાં જણાવવામાં આવશે. અને હા, આ બ્લોગસ્પોટ કે વર્ડપ્રેસ તમારા બ્લોગના નામની સાથે જોડાયેલું રહે છે તેના બદલે સીધું તમારા બ્લોગનું નામ જોઈતું હોય તો ડોમેનનેમ લેવું પડે.. જેમકે gozariya.blogspot.com ને બદલે www.gozariya.com જોઈતું હોય તો બ્લોગર મા ૫૦૦ રૂપિયા વર્ષે ફી છે. અને વર્ડપ્રેસ મા ૭૫૦ જેવી ફી છે. અને તમારે હોસ્ટીંગ કરાવવું હોય તો godaddy જેવી હોસ્ટીંગ કંપનીમાંથી ડોમેનનેમ અને વેબસ્પેસ ખરીદવી પડે, godaddy મા વર્ડપ્રેસ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તે આગળના લેખમા જણાવવામાં આવશે.તો વાંચતા રહો.. અને હા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એ કોમેન્ટ્સમા પૂછી શકો છો.
આ માહિતી ગમી? આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો.
બ્લોગ ટીપ્સ
બ્લોગ પર રાઈટ ક્લિક અને વર્ડ સિલેક્ટ બંધ કરવા માટે બ્લોગર ટીપ્સ
શું તમે બ્લોગ પર રાઈટ ક્લિક અને વર્ડ સિલેક્ટ બંધ કરવા માગો છો?
શું તમે તમારી બ્લોગ પોસ્ટ નકલ કરનાર થી બચાવા માગો છો?
સૌ પ્રથમ બ્લોગરમાં સાઈન ઇન કરો.
Dashboard > Layout > Aad a Gadget > HTML/Javascript પર ક્લિક કરો.
પછી નીચે આપેલ જાવાસ્ક્રિપ્ટ કોપી કરી પેસ્ટ કરી દો.
શું તમે તમારી બ્લોગ પોસ્ટ નકલ કરનાર થી બચાવા માગો છો?
સૌ પ્રથમ બ્લોગરમાં સાઈન ઇન કરો.
Dashboard > Layout > Aad a Gadget > HTML/Javascript પર ક્લિક કરો.
પછી નીચે આપેલ જાવાસ્ક્રિપ્ટ કોપી કરી પેસ્ટ કરી દો.
તમારા બ્લોગને લોકપ્રિય કેવી રીતે બનાવશો ?
* પ્રમોશન માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો
* પોતાના બ્લોગ પર પણ છુટ આપો.
બ્લોગ ઓનલાઇન જગતમાં લોકપ્રિય થવા અને પોતાની વાતને બીજા સુધી પહોંચાડવા માટે સૌથી શ્રેષ્ઠ માધ્યમ બનીને સામે આવ્યું છે. આજ કારણોસર ચર્ચામાં રહેતી વ્યક્તિઓ અને સામાન્ય લોકો વચ્ચે બ્લોગ્ઝની લોકપ્રિયતા વધતી જાય છે. આવામાં જો તમે પણ તમારો બ્લોગ બનાવીને લોકો વચ્ચે લોકપ્રિય રહેવા માગતા હોવ તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારા બ્લોગ ગેમે તેટલું સારું કન્ટેન્ટ હોય તો પણ પ્રમોશન વગર તેને તેને હિટ મળવાની શક્યતા નથી.
* પોતાના બ્લોગ પર પણ છુટ આપો.
બ્લોગ ઓનલાઇન જગતમાં લોકપ્રિય થવા અને પોતાની વાતને બીજા સુધી પહોંચાડવા માટે સૌથી શ્રેષ્ઠ માધ્યમ બનીને સામે આવ્યું છે. આજ કારણોસર ચર્ચામાં રહેતી વ્યક્તિઓ અને સામાન્ય લોકો વચ્ચે બ્લોગ્ઝની લોકપ્રિયતા વધતી જાય છે. આવામાં જો તમે પણ તમારો બ્લોગ બનાવીને લોકો વચ્ચે લોકપ્રિય રહેવા માગતા હોવ તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારા બ્લોગ ગેમે તેટલું સારું કન્ટેન્ટ હોય તો પણ પ્રમોશન વગર તેને તેને હિટ મળવાની શક્યતા નથી.
તમારા બ્લોગ પર ચાલતી પટ્ટી કેવી રીતે મુક્શો ?
તમારા બ્લોગ પર ચાલતી પટ્ટી મુક્વુ એક દ્મ સરળ છે. ફક્ત નીચે આપેલ સ્ટેપ અનુસરો.
સૌ પ્રથમ તમારાબ્લોગરના ડેશબોર્ડ પર જઈ લે-આઉટ પર ક્લિક કરો.
એડ ગેજેટ પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નવી વિન્ડો ખુલશે.
તેમા HTML/JavaScipt નો ઓપ્સન પસંદ કરો.
સૌ પ્રથમ તમારાબ્લોગરના ડેશબોર્ડ પર જઈ લે-આઉટ પર ક્લિક કરો.
એડ ગેજેટ પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નવી વિન્ડો ખુલશે.
તેમા HTML/JavaScipt નો ઓપ્સન પસંદ કરો.
તમારો ફ્રી બ્લોગ કેવી રીતે બનાવવો
તો તમે પોતાનો બ્લોગ બનાવવાનું નક્કી કરી જ લીધું છે? સરસ… તો હવે આપણે ફ્રી બ્લોગ સર્વિસ આપતી મુખ્ય અને પ્રખ્યાત બે વેબસાઈટ જોઈએ.
૧. bloggar.com ૨. wordpress.com હવે આપણે બંનેના ફાયદા અને ગેરફાયદા જોઈએ.
૧. bloggar.com ૨. wordpress.com હવે આપણે બંનેના ફાયદા અને ગેરફાયદા જોઈએ.
ગૂગલે તમારા બ્લોગની છેલ્લે ક્યારે મુલાકાત લીધી તે જાણો

ગૂગલ તેના સર્ચ અપડેટ માટે ઈન્ટરનેટમાં છવાયેલા તમામ બ્લોગ અને વેબસાઈટની થોડા થોડા સમયે મુલાકાત લે છે. તે કેટલી ફરીવાર કેટલી જલ્દી મુલાકાત લેશે તેનો આધાર બ્લોગ કે વેબસાઈટની ગુણવત્તા ઉપર રહેલો છે.
એવું બનીશકે કે ગૂગલ કાકા તમારા બ્લોગની મુલાકાત મહીને એક વાર લેતા હોય અને કોઈ સમાચારની વેબસાઈટમાં તે દર કલાકે તેનું માથું મારતા હોય…
No comments:
Post a Comment