વાનગી બનાવો
આલૂ સેવ
સામગ્રી :-
૫૦૦ ગ્રામ બટાકા
બેસન
૧/૨ ટી સ્પૂન સફેદ મરી પાવડર
મીઠું સ્વાદ અનુસાર
ચાટ મસાલો
તળવા માટે તેલ
બેસન
૧/૨ ટી સ્પૂન સફેદ મરી પાવડર
મીઠું સ્વાદ અનુસાર
ચાટ મસાલો
તળવા માટે તેલ
રીત :-
સૌપ્રથમ બટાકાને બાફી લો. છાલ કાઢીને તેને ખમણી વડે છીણી નાખો જેથી તેના માવામાં કોઈ પણ ગાંઠ ના રહે. હવે તેમાં બેસન ઉમેરતા જાવ અને મસળતા રહો, ઢીલો લોટ બંધાય તેટલો બેસન ભેળવો અને પછી તેમાં મીઠું અને તીખાશ માટે સફેદ મરી પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. ( મરી પાવડરને મેંદાની ચાળણીથી ચાળીને ઉપયોગમાં લેવો જેથી સેવ પાડતી વખતે સંચાના કાણામાં મરીની કણીઓ ફસાય નહીં.)
હવે એક કડાઈમાં તેલને ગરમ કરવા મૂકો, તેલ એકદમ ગરમ થાય ત્યાર પછી જ તેમાં સેવ પાડો. અને તળતી વખતે ગેસને ધીમો ના કરવો. તેલ સહેજ પણ ઠંડુ ન પડે તેનું ધ્યાન રાખવું. તળાઈ જાય એટલે બહાર કાઢી ગરમ હોય ત્યાં સુધીમાં તેના પર ચાટ મસાલો છાંટી લો.
સરસ મજાનો ટેસ્ટી નાસ્તો તૈયાર થશે. થો…ડોક વધુ તેલ વાળો પણ બહારના પેકેટવાળા નાસ્તા કરતા તો સો દરજ્જે સારો…
રાજુ

લાડુ

સામગ્રી :-
૨ કપ ઘઉંનો જાડો લોટ અથવા
૧ કપ ઘઉંનો લોટ અને ૧ કપ રવો
૧/૪ કપ ચણાનો લોટ
૧/૨ કપ દળેલી ખાંડ અથવા ભાંગેલો ગોળ
૨ ટેબલસ્પૂન ઘી મોણ માટે
તળવા માટે તેલ
૨ ટેબલસ્પૂન ડ્રાયફ્રુટ
૧ કપ ઘઉંનો લોટ અને ૧ કપ રવો
૧/૪ કપ ચણાનો લોટ
૧/૨ કપ દળેલી ખાંડ અથવા ભાંગેલો ગોળ
૨ ટેબલસ્પૂન ઘી મોણ માટે
તળવા માટે તેલ
૨ ટેબલસ્પૂન ડ્રાયફ્રુટ
રીત :-
ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ બન્ને સાથે મેળવીને ગરમ ઘીનું મોણ નાખો. અને હૂંફાળા પાણીથી એકદમ કડક લોટ બાંધી લો. હવે તેના દબાવીને ચપટા મૂઠિયા વાળી લો અને ગરમ તેલમાં ગુલાબી થાય ત્યાં સુધી તળી લો. મૂઠિયા થોડા ઠંડા પડે એટલે તેને મિક્સરમાં ભૂકો કરી ચાળણીથી ચાળી લો. હવે આ ભૂકામાં ૧/૨ કપ દળેલી ખાંડ નાખી સારી રીતે ભેળવી લો અને ગરમ ઘી ઉમેરી મિશ્રણને હલાવો બધું સરખું ભળી જાય એટલે તેમાં ડ્રાયફ્રુટના નાના ટુકડા કરીને મિક્સ કરો. અને તૈયાર થયેલા મિશ્રણમાંથી લાડુ વાળી લો.
જો ગોળના લાડુ બનાવવા હોય તો ખાંડને બદલે ગરમ ઘીમાં ગોળ ઓગાળીને તેને તૈયાર કરેલા ભૂકામાં ભેળવી લો.
ઉપરથી ખસખસ છાંટીને સહેજ દબાવીને ફરી વાળી લો.
પરંપરાગત વાનગીઓમાં મોખરે ગણાતા લાડુ પોષણમૂલ્યની દ્રષ્ટિએ પણ્ મોખરાનું સ્થાન ધરાવે છે.
પાલક મગદાળના પરાઠા

સામગ્રી :-
૧ કપ મગની બાફેલી દાળ
૧/૨ કપ ઝીણી સમારેલી પાલક
૨ કપ ઘઉંનો લોટ
લસણ મરચાની પેસ્ટ
હળદર, મીઠું, લાલ મરચા પાઉડર સ્વાદ પ્રમાણે
મોણમાં નાખવા તેલ
રીત :-
ઘઉંના લોટમાં મગની બાફેલી દાળનો લચકો, સમારેલી પાલક, લસણ મરચાની પેસ્ટ, મોણ માટે તેલ અને બીજો મસાલો ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં પાણી નાખતા જઈને સહેજ ઢીલો લોટ બાંધી લો. બંધાયેલા લોટને થોડી વાર માટે ઢાંકીને મૂકી દો.
હવે તેના લુઆ વાળીને જરાક જાડા એવા પરાઠા વણીને લોઢીમાં થોડું તેલ મૂકીને ધીમા તાપે શેકી લો.
આ તૈયાર પરાઠાને લીલી ચટણી કે દહીં સાથે પીરસો….
મગની દાળ અને પાલક બન્ને પોષણમૂલ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે. સવારના બ્રેકફાસ્ટમાં કે સાંજના હળવા જમણમાં આ પરાઠા ખાવાની મજા આવશે…
રસગુલ્લા

સામગ્રી :-
૨ કપ ગાયનું દૂધ ( સાવ ઓછા ફેટનું દૂધ)
૧ ચમચો લીંબુનો રસ
૨ ૧/૨ કપ પાણી
૩/૪ કપ ખાંડ
૧ ચમચો લીંબુનો રસ
૨ ૧/૨ કપ પાણી
૩/૪ કપ ખાંડ
રીત :-
દૂધને ૫ થી ૬ મિનિટ સુધી ઉકળવા દો. હલાવતા રહો. હવે તેમાં ૧ ચમચો લીંબુના રસમાં ૧ ચમચો પાણી ઉમેરી લો. ઉકળતા દૂધમાં ધીમે ધીમે નાખતા જઈ દૂધને હલાવતા રહો. થોડીક વારમાં પાણી અને પનીર છૂટું પડી જશે. ગેસ પરથી ઉતારીને ૨ થી ૩ મિનિટ પછી પાતળા કપડામાં નાખીને તેની ઉપર થોડીવાર સુધી ઠંડુ પાણી નાખો જેનાથી પનીરમાંથી વરાળ અને લીંબુની ખટાશ દૂર થઈ જશે. હવે કપડાની પોટલી બનાવીને તેમાંથી બધું જ પાણી નિચોવી નાખો.
ત્યાર બાદ પનીરને એકદમ લીસુ બની જાય ત્યાં સુધી ખૂબ મસળી લો. (તેમાંથી કણીઓ છૂટી પડતી બંધ થઈ જાય ત્યાં સુધી.) હવે તેમાંથી તેના નાના નાના ગોળા બનાવીને એક તરફ રાખી લો. (ગોળા બનાવતી વખતે ધ્યાનમાં રાખજો કે જ્યારે તેને ચાસણીમાં નાખીશું ત્યારે તે સાઈઝમાં ડબલ થઈ જશે.)
હવે ગેસ પર પહોળા બેઝવાળા કૂકરમાં પાણી અને ખાંડ ભેગા કરીને ઉકળવા મૂકો. એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દો અને ત્યાર પછી એક એક કરીને બધા ગોળા તેમાં નાખી દો. ગેસનું ઢાંકણું બંધ કરી તેના પરથી સિટી કાઢી નાખો. હવે મધ્યમ તાપ પર તેને ઓછામાં ઓછી ૧૫ મિનિટ સુધી રહેવા દો.
ત્યારબાદ ઢાંકણું ખોલીને તેને પહોળા બાઉલમાં કાઢી લો. વરાળ નીકળી જાય પછી તેને ઠંડા કરવા ફ્રીઝમાં મૂકો. ઠંડા થઈ જાય પછી પીરસો.
સ્વાદ માટે ચાસણીમાં ગુલાબજળ ઉમેરી શકાય. પણ જેને પનીરનો અસલ સ્વાદ ભાવતો હોય તેણે તો આમ ને આમ જ માણવા
ચોકો કોકો રોલ્સ

મિત્રો, ક્યારેક એકદમ ઉતાવળમાં કૈંક મીઠાઈ બનાવવી હોય ત્યારે આ રોલ્સ બનાવવા સરળ રહે છે….
સામગ્રી :-
૧૦૦ ગ્રામ મલાઈ
૧૦૦ ગ્રામ સૂકું કોપરુ
૨ ટેબલ સ્પૂન કોકો પાવડર
૪ ટી સ્પૂન દળેલી ખાંડ
૨ પેકેટ પારલે જી બિસ્કીટ
૧૦૦ ગ્રામ સૂકું કોપરુ
૨ ટેબલ સ્પૂન કોકો પાવડર
૪ ટી સ્પૂન દળેલી ખાંડ
૨ પેકેટ પારલે જી બિસ્કીટ
રીત :-
બિસ્કીટને નાના ટૂકડા કરીને મિક્સરમાં ક્રશ કરી સાવ બારીક પાવડર બનાવી લો. તેમાં કોકો પાવડર, ૧ ટીસ્પૂન ખાંડ, અને ૭૫ ગ્રામ જેટલી મલાઈ ભેળવી લોટ બાંધી લો. (અહીં પારલે જી બિસ્કીટના બદલે ચોકલેટ બિસ્કીટ લઈએ તો કોકો પાવડર નાખવાની જરૂર રહેતી નથી. અથવા પ્રમાણ ઘટાડી શકાય છે.)
ત્યાર પછી બાકીની મલાઈ અને ખાંડ કોપરાના છીણમાં ભેળવી સારી રીતે મિક્સ કરો.
હવે બે પ્લાસ્ટીક શીટની વચ્ચે બિસ્કીટ અને કોકો પાવડર વાળો ભાગ મૂકીને હળવે હાથે વણો. થોડું વણાઈ જાય એટલે તેની ઉપર ખાંડ, મલાઈનું મિશ્રણ મૂકીને ફરી વણી લો. આમ કરવાથી બન્ને મિશ્રણ એકસરખા ફેલાઈ જશે. મોટો રોટલો વણીને તેના ઉપરનું પ્લાસ્ટીક કાઢી લો. હવે નીચેના પ્લાસ્ટીકને ધીમેથી ઉપાડીને આખા રોટલાનો રોલ વાળી લો. આ રોલની ફરતે ચાંદીનો વરખ લગાડી લો. (વરખનો ઉપયોગ જરાય જરૂરી કે સલાહભર્યો નથી) રોલને ૧ કલાક સુધી ફ્રીજરમાં સેટ થવા મૂકો.
રોલ એકદમ કડક થઈ જાય એટલે બહાર કાઢીને તેના એકસરખા પીસ કરો અને ડબ્બામાં ભરી લો. આ રોલ્સને ફ્રીજમાં જ રાખો અને પીરસતી વખતે જ બહાર કાઢો…
ત્રણ પડવાળી ઘારી

સામગ્રી :-
૧૦૦ ગ્રામ પનીર
૧ કપ માવો
૨ ટેબલ સ્પૂન મિક્સ ડ્રાયફ્રુટ્સ
૨૫ ગ્રામ રવો
૧ ટેબલ સ્પૂન મેંદો
૨૦૦ ગ્રામ ખાંડ
૧/૩ ટી સ્પૂન એલચીનો પાવડર
ઘી
૧ કપ માવો
૨ ટેબલ સ્પૂન મિક્સ ડ્રાયફ્રુટ્સ
૨૫ ગ્રામ રવો
૧ ટેબલ સ્પૂન મેંદો
૨૦૦ ગ્રામ ખાંડ
૧/૩ ટી સ્પૂન એલચીનો પાવડર
ઘી
રીત :-
એક પહોળા વાસણમાં પનીર અને રવો મસળીને મિક્સ કરીને એક બાજુ રાખી દો. લો. મેંદામાં પાણી ઉમેરી ખીરું બનાવો. માવાને ખુબ મસળીને તેમાં ખાંડ અને એલચી પાવડર ભેળવીને પૂરણ બનાવી લો.
પનીર અને રવાનું મિશ્રણ એકદમ નરમ થઈ જાય પછી તેમાંથી નાની નાની પૂરી વણીને તેમાં માવાનું પૂરણ ભરી ઘારી વાળી લો. એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. દરેક ઘારીને મેંદાના ખીરામાં ડૂબાડીને ગરમ ઘીમાં તળી લો.
એક વાસણમાં ખાંડ ડૂબે તેટલું પાણી લઈ બેતારી ચાસણી બનાવો. બધી જ ઘારી તેમાં ડૂબાડીને બહાર કાઢી તેની ઉપર ઘી રેડીને ઠરવા મૂકો ઉપરથી ડ્રાયફ્રુટ્સની કતરણ ભભરાવી સહેજ દબાવી દો. અને આ ઘારી ઠરે ત્યાર પછી પીરસો.
સુંવાળી

દિવાળી આવે એટલે જાતજાતના નાસ્તા તો બને જ અને એમાં પણ મઠિયા અને સુંવાળી તો જાણે દિવાળીના ટ્રેડમાર્ક…. આવો તો આજે એ પરંપરાગત સુંવાળીની રીત યાદ કરી લઈએ.
સામગ્રી :-
૫૦૦ ગ્રામ મેંદો
૨૦૦ ગ્રામ ખાંડ
૧ કપ પાણી
૧૦૦ ગ્રામ ઘી
૩ ચમચી તલ
તળવા માટે તેલ
૨૦૦ ગ્રામ ખાંડ
૧ કપ પાણી
૧૦૦ ગ્રામ ઘી
૩ ચમચી તલ
તળવા માટે તેલ
રીત :-
એક પહોળા વાસણમાં મેંદો લઈ તેમાં ઘીનું મોણ ઉમેરી ભેળવી લો. ૧ કપ પાણીમાં ખાંડ નાખીને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. તલને ૧૦ મિનિટ પાણીમાં પલાળીને નિતારી લો. સહેજ કોરા કરીને પછી અધકચરા ખાંડી લો. જેથી ગરમ તેલમાં તલ ફૂટીને દઝાડે નહીં.
હવે તલને લોટમાં ભેળવી અને ખાંડનું પાણી નાખીને કડક લોટ બાંધી લો. એકસરખા લુઆ બનાવીને પાતળી પાતળી પૂરીઓ વણી લો. સહેજ વાર સુકાવા દઈને પછી ગરમ તેલમાં તળી લો.
હલવાસન

સામગ્રી :-
૧ લીટર દૂધ
૨ ટેબલ સ્પૂન રવો
૨ ટેબલ સ્પૂન ખાવાનો ગુંદર
૨ ટેબલ સ્પૂનઘી
૨ ટેબલ સ્પૂન ખાટું દહીં
૧ કપ ખાંડ
૧/૨ ટી સ્પૂન એલચીના દાણા
૧ જાયફળ
૧ ટેબલ સ્પૂન કાજુ, બદામની પાતળી કતરણ / છીણ
૨ ટેબલ સ્પૂન રવો
૨ ટેબલ સ્પૂન ખાવાનો ગુંદર
૨ ટેબલ સ્પૂનઘી
૨ ટેબલ સ્પૂન ખાટું દહીં
૧ કપ ખાંડ
૧/૨ ટી સ્પૂન એલચીના દાણા
૧ જાયફળ
૧ ટેબલ સ્પૂન કાજુ, બદામની પાતળી કતરણ / છીણ
રીત :-
એક વાસણમાં દૂધને ઉકળવા મૂકો. થોડીવાર પછી તેમાં ખાટું દહીં ઉમેરો જેથી દૂધ ફાટી જશે. હવે તેને વધારે ઉકળવા દો. બીજા એક પહોળા વાસણમાં ઘી ગરમ કરો, તેમાં રવો નાખીને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. તેમાં ખાવાનો ગુંદર ઉમેરો અને તે ફુલી જાય ત્યાં સુધી હલાવતા રહો. હવે આ બધું મિશ્રણ ઉકળતા દૂધમાં નાખી દો.
બીજી તરફ એક વાસણમાં ખાંડની પાણી વગરની ચાસણી બનાવો (કેરેમલાઈઝ કરી લો). ખાંડ બદામી રંગની થાય ત્યાં સુધી હલાવતા રહો અને ત્યાર બાદ તેને પણ ઉકળતા દૂધ, રવા અને ગુંદરના મિશ્રણમાં ઉમેરી દો. હવે આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ગેસ પર સતત હલાવતા રહો. છેલ્લે જાયફળ અને એલચીનો પાવડર કરીને આ મિશ્રણમાં ઉમેરીને ગેસ પરથી ઉતારી લો.
આ મિશ્રણ સાધારણ ઠંડું પડે એટલે તેના નાના ગોળા વાળીને ઉપરથી સહેજ દબાવીને પેંડા જેવો આકાર બનાવી લો. હવે તેના ઉપર કાજુ અને બદામની પાતળી છીણ અથવા કતરણ નાખીને દબાવી દો.
એકાદ દિવસ ઠરવા દીધા પછી જ પીરસો તો જ એનો સ્વાદ પકડાશે…. ઉપર જણાવેલા માપ પ્રમાણે કરવાથી ૧૫ થી ૧૮ નંગ બનશે.
આ દિવાળીમાં સ્પેશિયલ મીઠાઈ તરીકે બનાવો અને મજા લો….
મસાલા મગ

સામગ્રી :-
૨૫૦ ગ્રામ મોટા મગ
૨ ચમચી દળેલી ખાંડ
૧ ચમચી લાલ મરચું
૧ ચમચી ચાટ મસાલો
૧/૨ ચમચી હળદર પાવડર
૧/૨ ચમચી આમચુર પાવડર
૧/૨ ચમચી સંચળ
મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ
૨ ચમચી દળેલી ખાંડ
૧ ચમચી લાલ મરચું
૧ ચમચી ચાટ મસાલો
૧/૨ ચમચી હળદર પાવડર
૧/૨ ચમચી આમચુર પાવડર
૧/૨ ચમચી સંચળ
મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ
રીત :-
મગને સાત થી આઠ કલાક પાણીમાં પલાળી રાખો. એક ચાળણીમાં કાઢીને પાણી નિતારી લો. હવે એક કપડા પર મગને પાથરીને કોરા થવા દો. લગભગ એક કલાક સુધી સુકવીને પછી મગને થોડા થોડા કરીને એકદમ ગરમ તેલમાં તળો. થોડાક કરકરા થાય ત્યાં સુધી તળવા.
હવે તેલમાંથી કાઢીને એક પહોળા વાસણમાં નાખી તેમાં ઉપર જણાવ્યા પ્રમાણેનો બધો જ મસાલો વારાફરતી નાખતા જાવ અને સારી રીતે મિક્સ થાય તે રીતે હલાવતા જાવ.
મસાલો ભળી જાય અને મગ સાવ ઠંડા થાય ત્યાર પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.
ગાજરનો હલવો

સામગ્રી :-
૫૦૦ ગ્રામ ગાજર છીણેલા
૨૦૦ ગ્રામ ખાંડ
૧૦૦ ગ્રામ માવો અથવા મિલ્ક પાવડર
૨ ટે.સ્પૂન મલાઈ
૨૫૦ મિલી. ફુલ ક્રીમ મિલ્ક
૧ ટે.સ્પૂન ઘી
૨ ટે.સ્પૂન કાજુના ટુકડા
૧ ટે.સ્પૂન કિસમિસ
૧/૨ ટે.સ્પૂન એલચી પાવડર
૨૦૦ ગ્રામ ખાંડ
૧૦૦ ગ્રામ માવો અથવા મિલ્ક પાવડર
૨ ટે.સ્પૂન મલાઈ
૨૫૦ મિલી. ફુલ ક્રીમ મિલ્ક
૧ ટે.સ્પૂન ઘી
૨ ટે.સ્પૂન કાજુના ટુકડા
૧ ટે.સ્પૂન કિસમિસ
૧/૨ ટે.સ્પૂન એલચી પાવડર
રીત :-
સૌ પ્રથમ એક જાડા તળિયાવાળા વાસણમાં ઘી મૂકીને છીણેલા ગાજરને શેકી લો. ત્યારપછી તેમાં દૂધ નાખીને તેને ચડવા દો. વચ્ચે વચ્ચે આ મિશ્રણ હલાવતા રહો જેથી તળિયે બેસી ન જાય. હવે તેમાં ખાંડ અને મલાઈ ઉમેરીને હલાવો જ્યાં સુધી ખાંડનું પાણી બળી ન જાય ત્યાં સુધી સતત હલાવતા રહો. થોડું ઘટ્ટ કરવા તેમાં માવો અથવા મિલ્ક પાવડર ઉમેરીને બધું જ સારી રીતે મિક્સ કરો. અને તેને એકદમ લચકા પડતું થાય ત્યાં સુધી ચડવા દો.
હવે તેમાં ઈલાયચી પાવડર મિક્સ કરી પ્લૅટમાં કે બાઉલમાં કાઢી લઈ ઉપરથી તેમાં કાજુના ટુકડા અને કિસમિસ નાખી પીરસો.
આ હલવો ઠંડો અને ગરમ બન્ને રીતે મજેદાર લાગે છે… આખરે તો પસંદ અપની અપની… ફ્રીજમાં મૂકેલો હલવો જરૂર પ્રમાણે કાઢીને અવનમાં ગરમ કરીને પણ પીરસી શકાય છે…
અને લૉ કૅલરી ડાયેટને ધ્યાનમાં રાખીને બનાવતા હો તો આમાંથી ફેટ ફેક્ટર્સ ઓછા કરી શકાય છે. જેમ કે દૂધ ફુલ ક્રીમ લેવાને બદલે સ્કિમ્ડ મિલ્ક લઈ શકો છો તે જ રીતે માવો કે મિલ્ક પાવડર પણ અવોઈડ કરી શકાય. ખાંડ ને બદલે અત્યારે બજારમાં મળતા સ્વીટનર્સ વાપરી શકાય છે.
કાજુ કતરી

સામગ્રી :-
૫૦૦ ગ્રામ કાજુ
૨૦૦ ગ્રામ ખાંડ
પાણી
૨૦૦ ગ્રામ ખાંડ
પાણી
રીત :-
સૌપ્રથમ કાજુને મિક્સરમાં પીસીને ભૂકો કરી લો. એકસરખો પાવડર થઈ જાય એટલે બાજુ પર રાખી દો.
પછી એક પહોળી કડાઈમાં ખાંડ નાખીને તે ડૂબે તેટલું પાણી ઉમેરીને ગેસ પર ચડાવો. એક તારી ચાસણી થાય એટલે કાજુનો ભૂકો ઉમેરી દઈને સારી રીતે મિક્સ કરી લો. અને ઝડપથી પહોળા થાળમાં અથવા ચોકીમાં નાખીને સહેજ દબાવીને પાથરી દો.
ઠંડું પડી જાય પછી તેના એકસરખા ટૂકડા પાડી લો. આમ તો કાજુકતરી હમેશા ડાયમંડ શેપમાં હોય છે પરંતુ ડબ્બામાં ભરતી વખતે અને સર્વ કરતી વખતે તે ખૂણાથી તૂટી જવાનો ડર રહે છે. અને પછી દેખાવ પણ સારો લાગતો નથી. માટે અહીં ચોરસ ટૂકડા જ કર્યા છે. ઇચ્છો તો ચાંદીના વરખથી સજાવી શકો છો (પરંતુ એ જરાય જરૂરી અને ઇચ્છનીય પણ નથી.
લીલા નાળિયેરનો હલવો

સામગ્રી :-
૧ લીલુ નાળિયેર
૧૦૦ ગ્રામ ખાંડ
૨ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
૧ કપ દૂધ
૧ ટેબલ સ્પૂન ઘી
૧ ટેબલ સ્પૂન પિસ્તા બદામના ફ્લૅક્સ
કેસર અને ઈલાયચી પાવડર સ્વાદ પ્રમાણે
૧૦૦ ગ્રામ ખાંડ
૨ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
૧ કપ દૂધ
૧ ટેબલ સ્પૂન ઘી
૧ ટેબલ સ્પૂન પિસ્તા બદામના ફ્લૅક્સ
કેસર અને ઈલાયચી પાવડર સ્વાદ પ્રમાણે
રીત :-
લીલા નાળિયેરને છીણીને અથવા નાના ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરી લો. બે ચમચી દૂધમાં ૩ થી ૪ તાંતણા કેસર નાખીને પલાળી રાખો. ત્યારબાદ એક કડાઈમાં ઘી મુકીને તેમાં ક્રશ કરેલા નાળિયેરના છીણને ૨ થી ૩ મિનિટ સુધી સાંતળો. હવે એક પછી એક તેમાં દૂધ, મિલ્ક પાવડર, અને ખાંડ ઉમેરતા જાવ. આ મિશ્રણને સતત હલાવતા રહો. જ્યારે બધું જ મિશ્રણ એકસાથે ફરવા લાગે તેવું થાય ત્યાં સુધી ધીમા ગેસ પર હલાવતા રહો. ત્યાર પછી દૂધમાં પલાળેલું કેસર સહેજ ઘૂંટીને તેમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. ગેસ બંધ કરીને તેમાં ઈલાયચી પાવડર છાંટો. અને સર્વિંગ બાઉલમાં કાઢી લો.
સજાવટ માટે તેની ઉપર પિસ્તા અને બદામના ફ્લૅક્સ પાથરો. જો પસંદ હોય તો ચાંદીનો વરખ પણ લગાવી શકાય.
લીલા નાળિયેરની સુગંધ અને દૂધ સાથે તેનો સ્વાદ ખુબ જ સરસ આવે છે અને આ હલવો ફરાળી વાનગી તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.
બફવડા

સામગ્રી :-
૧૦૦ ગ્રામ સાબુદાણા
૫૦૦ ગ્રામ બટાકા
૧/૨ લીલુ નાળિયેર ખમણેલું
૧/૨ વાટકી શેકેલા સીંગદાણાનો ભૂકો અધકચરો
૧/૪ વાટકી શેકેલા તલ અધકચરા વાટેલા
૪-૫ નંગ લીલા મરચા સમારેલા
૧ ચમચી આમચુર પાવડર
૪ ચમચા શિંગોડાનો લોટ
ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ
૫૦૦ ગ્રામ બટાકા
૧/૨ લીલુ નાળિયેર ખમણેલું
૧/૨ વાટકી શેકેલા સીંગદાણાનો ભૂકો અધકચરો
૧/૪ વાટકી શેકેલા તલ અધકચરા વાટેલા
૪-૫ નંગ લીલા મરચા સમારેલા
૧ ચમચી આમચુર પાવડર
૪ ચમચા શિંગોડાનો લોટ
ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ
રીત:-
સાબુદાણાને ૨ થી ૩ કલાક પાણીમાં પલાળી રાખો. દાણા દાણા છૂટા થઈ જાય અને ટ્રાંસપરન્ટ જેવા દેખાવા લાગે ત્યારે સમજવું કે સાબુદાણા સારી રીતે પલળી ગયા છે.હવે તેમાં બાફેલા બટાકાનો માવો, ખમણેલું નાળિયેર, સીંગદાણાનો ભૂકો, તલનો ભૂકો, આદુની પેસ્ટ, લીલા મરચા સમારેલા, આમચુર પાવડર, મીઠું, ખાંડ અને ૧ ચમચો શિંગોડાનો લોટ ભેળવો અને સારી રીતે મિક્સ કરી લો.
આ મિશ્રણના નાના ગોળા વાળીને બાકી વધેલા શિંગોડાના લોટમાં રગદોળીને ગરમ તેલમાં તળી લો.
આ ફરાળી બફવડાને ખાટી, ગળી ચટણી સાથે ખાવાની મજા જ ઓર છે….
અહીં લીંબુના રસને બદલે આમચુર પાવડર વાપરવાથી બફવડાનું મિશ્રણ ગોળા વાળતી વખતે ઢીલુ નહીં પડે. જેથી તળતી વખતે વધુ તેલ નહીં પીવે અને વડા તેલમાં છૂટા પડી જવાની બીક પણ નહીં રહે.
વૉલનટ બ્રાઉની વીથ આઈસક્રીમ

સામગ્રી :-
૧ કપ મેંદો
૧/૨ કપ કોકો પાવડર
૩/૪ કપ દળેલી ખાંડ
૧/૨ ટી સ્પૂન સોડા બાય કાર્બ
૧/૨ ટી સ્પૂન બેકિંગ પાવડર
૫ ટેબલ સ્પૂન દૂધ
૫ ટેબલ સ્પૂન ઓગાળેલું માખણ
૬ દહીં
૧/૨ કપ અખરોટના ટુકડા
૧/૨ ટી સ્પૂન વેનિલા એસેન્સ
૧/૨ કપ કોકો પાવડર
૩/૪ કપ દળેલી ખાંડ
૧/૨ ટી સ્પૂન સોડા બાય કાર્બ
૧/૨ ટી સ્પૂન બેકિંગ પાવડર
૫ ટેબલ સ્પૂન દૂધ
૫ ટેબલ સ્પૂન ઓગાળેલું માખણ
૬ દહીં
૧/૨ કપ અખરોટના ટુકડા
૧/૨ ટી સ્પૂન વેનિલા એસેન્સ
રીત :-
ઑવનને ૧૮૦ ડીગ્રી પર પ્રી-હીટ કરવા મૂકો. તે થાય ત્યાં સુધીમાં કેકનું બેટર તૈયાર કરી લો.
એક પહોળા વાસણમાં મેંદો, સોડા બાય કાર્બ અને બેકિંગ પાવડર ચાળીને મિક્સ કરી લો. હવે તેમાં એક પછી એક દળેલી ખાંડ, કોકો પાવડર ભેળવી લો. ત્યારબાદ તેમાં દહીં, ઓગાળેલું માખણ અને દૂધ ઉમેરતા જઈને સતત હલાવતા રહો. લગભગ સાત થી આઠ મિનિટ સળંગ એક જ દિશામાં ફેરવતા રહો. આ મિશ્રણ એકદમ ઘટ્ટ રાખવું.
બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં વેનિલા એસેન્સ અને અખરોટના ટુકડા ઉમેરીને ભેળવી લો. હવે એક બેકિંગ ડિશમાં સહેજ ઘી લગાડીને તેમાં મેંદો છાંટીને ચારે તરફ ફેલાવી લો. અને વધેલો લોટ ખંખેરી નાખો. પછી તૈયાર કરેલા મિશ્રણને આ ડિશમાં નાખીને સહેજ ઠપકારીને સરખું લેયર બનાવો. ગરમ થયેલા ઑવનમાં આ ડિશને કન્વેક્શન મોડમાં ૩૦ મિનિટ સુધી મૂકો. ૩૦ મિનિટ પૂરી થયા બાદ તૈયાર થયેલી બ્રાઉનીમાં ઊંડે સુધી પાતળું ચપ્પુ નાખીને તે બરાબર ચડી ગઈ છે કે નહીં તે ચેક કરો. જો બરાબર ચડી ગઈ હશે તો ચપ્પુ બહાર કાઢતા તે એકદમ ચોખ્ખું રહેશે.
બ્રાઉનીને બહાએ કાઢીને તેને ચોરસ ટુકડામાં કાપી લો. જ્યારે પીરસો ત્યારે બ્રાઉનીને ઑવનમાં 30 સેકન્ડ ગરમ કરીને તેના ઉપર આઈસક્રીમ મૂકીને આપો. વધારે ટૅસ્ટ માટે ઉપરથી ડ્રાયફ્રુટના ટુકડા અને ચોકલેટ સૉસ નાખી શકાય.
અડદિયા

સામગ્રી :-
૫૦૦ ગ્રામ અડદનો કરકરો લોટ
૫૦ ગ્રામ ઘી
૫૦ ગ્રામ દૂધ
૫૦૦ ગ્રામ ખાંડ
૪૦૦ ગ્રામ ઘી
૨૦૦ ગ્રામ ગુંદર
૨૫૦ ગ્રામ કાજુ બદામ
૫૦ ગ્રામ સૂંઠ
૫૦ ગ્રામ ગંઠોડા પાવડર
૨૦ ગ્રામ એલચી પાવડર
૧૦ ગ્રામ પીપર પાવડર
૧૦ ગ્રામ મરી પાવડર
૧૦ ગ્રામ જાવંત્રી પાવડર
૫૦ ગ્રામ ઘી
૫૦ ગ્રામ દૂધ
૫૦૦ ગ્રામ ખાંડ
૪૦૦ ગ્રામ ઘી
૨૦૦ ગ્રામ ગુંદર
૨૫૦ ગ્રામ કાજુ બદામ
૫૦ ગ્રામ સૂંઠ
૫૦ ગ્રામ ગંઠોડા પાવડર
૨૦ ગ્રામ એલચી પાવડર
૧૦ ગ્રામ પીપર પાવડર
૧૦ ગ્રામ મરી પાવડર
૧૦ ગ્રામ જાવંત્રી પાવડર
(સૂંઠ થી જાવંત્રી સુધીના મસાલાને બદલે તૈયાર અડદિયાનો મસાલો આવે છે તે ૧૨૫ ગ્રામ વાપરી શકાય)
રીત :-
૫૦ ગ્રામ ઘી ગરમ કરીને દૂધમાં ભેળવી અડદના લોટને ધાબો દઈને દબાવીને બે થી અઢી કલાક ઢાંકીને મૂકી રાખો. ત્યાર પછી એ લોટને ચોખાની ચાળણીમાંથી ચાળી લો. જેથી એમાં કણી ના રહી જાય.
હવે ૪૦૦ ગ્રામ ઘીમાં ગુંદર તળી લો અને એને સહેજ સહેજ ભાંગી નાખો. ત્યારબાદ વધેલા ઘીમાં લોટ નાખીને શેકો સતત હલાવતા રહીને લોટ જ્યાં સુધી લાઈટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકો. હવે ખાંડની એકતારી ચાસણી બનાવો અને ગરમ લોટમાં ભેળવીને હલાવતા રહો. પછી તેમાં તળીને ભાંગેલો ગુંદર, બધા જ મસાલા એક પછી એક ઉમેરો અને છેલ્લે કાજુ બદામની છીણ નાખી ગેસ પરથી ઉતારી લો. બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે મિશ્રણને મોટી પ્લેટ અથવા ચોકીમાં ઠારી લો.
લગભગ અડધી કલાક પછી તેના ચોરસ ટુકડા પાડી લો. અને સાવ ઠરી જાય પછી જ તેને પ્લેટમાંથી ઉપાડીને એરટાઈટ કન્ટેનરમાં ભરી લો. શિયાળામાં આ સૌથી વધુ ખવાતું વસાણું છે.
અડદ, ગુંદર અને ઘી જેનો ગુણ સ્નિગ્ધ છે તે શરીરને માંસલ બનાવે છે.
No comments:
Post a Comment