બ્યુટી ટીપ્સ

                            

                            ઉપટનથી ચમકાવો રૂપ


Raju
ત્વચાની સુંદરતા નિખારવા માટે ઉપટનનો પ્રયોગ પ્રાચીનકાળથી જ કરવામાં આવી રહ્યો છે. સોળ શણગારમાં પણ ઉપટનથી સ્નાન મહત્વપૂર્ણ માનવામાં આવ્યુ છે. ઉપટન ત્વચાની સફાઈ કરે છે. ત્વચાને પોષણ આપે છે ઉપટન ત્વચામાં નવો પ્રાણસંચાર થાય છે. ઉપટનના નિયમિત ઉપયોગથી ત્વચાની વિવિધ સમસ્યાઓ જેવી કે કરચલીઓ, દાગ-ધબ્બા દૂર થાય છે. 

કોઈપણ ઉપટનને શરીર પર લગાવીને થોડીવાર રાખ્યા પછી ધીરે ધીરે ઘસીને કાઢીને નાખો. 


દાળની ઉપટન - 1/2 કપ લાલ મસૂરની દાળના પાવડરમાં થોડુ સરસિયાનુ તેલ, 1 ચમચી વાટેલી બદામ અને દૂધ નાખીને પેસ્ટ બનવો. આ પેસ્ટને થોડીવાર શરીર પર લગાવીને રાખો પછી તેને હલ્કા હાથે ઘસીને કાઢી નાખો. તમારી ત્વચા ચમકદાર બની જશે. 


રાજસી ઉપટન - 1 ચમચી કાજૂનુ પેસ્ટ, 1 ચમચી બદામનું પેસ્ટ, 1 ચમચી ચારોળીનુ પેસ્ટ, 1 ચમચી અખરોટનુ પેસ્ટ અને એક ચમચી મલાઈને સારી રીતે મિક્સ કરી ચહેરા પર ગરદન પર લગાવો. થોડીવાર પછી ઘસીને કાઢી લો. ઉપટનનો નિયમિત ઉપયોગ કરવાથી રૂપમાં નિખાર આવે છે અને ત્વચાની વિવિધ સમસ્યાઓ પણ દૂર થાય છે. 


ગુલાબી ઉપટન - 2 ટેબલસ્પૂન જવનો લોટ, 1 ટેબલસ્પૂન ગુલાબના સૂકા પાંદડાનો ચૂરો, 1 ટેબલસ્પૂન મિલ્ક પાવડર અને જરૂર મુજબ ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો. આને શરીર પર થોડીવાર લગાવો. પછી ઘસીને કાઢી નાખો. આ ઉપટનથી ત્વચા રેશમી, ચમકદાર અને સુગંધિત બને છે. 


રૂપસી ઉપટન - 1/2 કપ બેસન, 1 ટેબલસ્પૂન ગુલાબજળ અને દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ ઉપટનનો રોજ ઉપયોગ કરવાથી સૌદર્યમાં નિખાર આવશે. 


સંતરી ઉપટન - 1/4 કપ સંતરાના છાલટાનો પાવડર, 2 ટેબલસ્પૂન ચંદન પાવડર, કેટલાક ટીપા એસેશિયલ ઓઈલ અને સંતરાનો રસ મિક્સ કરીને ઉપટન તૈયાર કરો. આને ચહેરા અને શરીર પર લગાવો. થોડીવાર પછી ઘસીને કાઢી નાખો. ત્વચામાં નિખાર માટે આ ખૂબ જ સરસ ઉપટન છે.

                                                                                                       
               
                  

Raju
ચોમાસામાં ભેજવાળા વાતાવરણને કારણે, ઉનાળામાં પરસેવાને લીધે અને શિયાળામાં ઠંકડના કારણે શરીરના વિવિધ ભાગોની યોગ્ય માવજત જરૂરી બની જાય છે. હાલ શિયાળાની ઋતુનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે ઘણા લોકોને સ્કીન ડ્રાય થઇ જવાની ફરિયાદો રહેતી હશે. આ ઋતુમાં માથાની કલગી સમાન વાળની પણ એટલી જ માવજત જરૂરી છે. ઠંડીની ઋતુને કારણે ઘણાં લોકો વાળ ડ્રાય થઇ જવાની બૂમો પાડતા હોય છે. આવા લોકો માટે અહીં કેટલીક હેર કેર ટિપ્સ આપવામાં આવી છે, જો તેને ફોલો કરવામાં આવે તો તમારી વાળને લગતી મોટાભાગની સમસ્યાઓ દૂર થઇ શકે છે. 

વધુ શેમ્પૂ વાળ માટે નુકશાનદાયક : ઉકળતું ગરમ પાણી તમારા સ્કાલ્પને ડ્રાય અને બરડ બનાવી શકે છે. માટે તમારા વાળને હુંફાળા પાણીથી ધુઓ. આ સાથે તમારા વાળમાં વધારે પડતું શેમ્પૂ પણ ન કરશો જેથી વાળનું નેચરલ ઓઇલ ધોવાઇ જાય.

વાળની માવજત કેવી રીતે : દર અઠવાડિયે તમારી જાતે જ હેર સ્પા કરો. જેમાં ઓઇલ મસાજ, સ્ટીમિંગ અને શેમ્પુ સહિત ડીપ કન્ડિશનિંગનો સમાવેશ કરો. જેનાથી સ્કાલ્પનું બ્લડ સર્ક્યુલેશન વધશે. તમારા વાળને નારિયેળ, બદામ, જોજોબા, રોઝમરી ઓઇલથી મસાજ કરો. જે તમારા વાળને નેચરલ ન્યુટ્રીશન પૂરું પાડશે.

ડ્રાયરનો ઉપયોગ ન કરો : શિયાળાની ઋતુમાં વાળમાં ડ્રાયર ફેરવવાનું ટાળો. કારણ કે બ્લૉ ડ્રાયર તમારા વાળને બરડ અને ડ્રાય બનાવી દેશે જેથી તમારા વાળ સુધરવાને બદલે વધુ બગડી જશે. જો તમારે કોઇ પાર્ટી અટેન્ડ કરવાની ઉતાવળ હોય અને વાળ સૂકવવા હોય તો ડ્રાયર કૂલ સેટિંગ પર વાપરો. આ રીતે તમારા વાળ સૂકાવામાં થોડો વધુ સમય લેશે પણ વાળ ડ્રાય નહીં થાય અને તેની શાઇનિંગ યથાવત રહેશે.

કન્ડિશનિંગ જરૂરી : શિયાળાની સખત ઋતુમાં કન્ડિશનર તમારા વાળ માટે કવચનું કામ કરશે. જેટલી વાર શેમ્પૂ કરો તેટલીવાર તમારા વાળમાં કન્ડિશનર કરો, કારણ કે કન્ડિશનર તમારા વાળને ચમકીલા રાખે છે અને મજબૂતાઇ બક્ષે છે. જો તમે તૈયાર કન્ડિશનર વાપરવા ન ઇચ્છતા હોવ તો કોકોનટ મિલ્ક એ કન્ડિશનર માટેનો બેસ્ટ ઓપ્શન છે.

વાળની ચમક : શિયાળામાં તમારા વાળ સાવ ડલ બની જતા હોય છે. આવામાં તમારા વાળને સીરમ કે ક્રીમનો ઉપયોગ કરીને તમે જીવંત રાખી શકો છો. આનો ઉપયોગ તમારા વાળને સ્મૂથ પણ બનાવશે. તમે બીયર કે વિનેગરનો ઉપયોગ કરીને પણ વાળને ચમકીલા બનાવી શકો છો.
                                                                                                           

                                  
                             સફેદ વાળથી બચવાના ઉપાયો

Raju

સફેદ વાળ થવાના પ્રમુખ કારણ- 

અસંતુલિત ભોજન
માનસિક તણાવ અને ચિંતા
તીવ્ર માંસિક ઝાટકા
પિગમેંટ નિર્માણમાં જન્મથી દોષ
જળ તેમજ વાયુ પ્રદૂષણ
વધારે તાવકે સંક્રામક રોગ જેવા કે-વાયરસ, ટાઈફાઈડ વગેરે
આનુવંશિકતા
વધારે પડતાં ગરમ પાણીથી વાળને ધોવા
વાળની સરખી રીતે સફાઈ ન કરવી
જુની શરદી 
વાળની અંદર ડાઈ અને રસાયણોનો ઉપયોગ

વાળને સફેદ થતાં બચાવવા માટેનાં થોડાક ઉપા

આમળાને મહેંદીના પાનની સાથે પીસીને તેની પેસ્ટ બનાવી લો અને તે વાળમાં લગાવીને એકથી દોઢ કલાક સુધી રહેવા દો.
તાજા આમળાનો રસ લગાવવો પણ ઘણો ફાયદાકારક છે. 
સુકા આમળાના ચુર્ણની પેસ્ટ બનાવીને તેને વાળની અંદર લગાવવાથી પણ સફેદ વાળની સમસ્યાનું સમાધાન થાય છે. 
વાળ નો શુષ્ક હોય તો નારિયેળના તેલમાં મહેંદીને ત્યાર સુધી ઉકાળો જ્યાર સુધી તેલ અડધું ન થઈ જાય. તેને વાળની અંદર બે કલાક સુધી લગાવી રાખ્યા બાદ વાળને ધોઈ લો. 

થોડીક સાવધાન

પૌષ્ટિક ભોજનનું સેવન કરો. 
વાળને ગરમ પાણીથી ન ધોતા ઠંડા પાણીથી ધુઓ. 
વાળને ધોવા માટે સારા હર્બલ શેમ્પુનો પ્રયોગ કરો. 
ચિંતા તેમજ તણાવથી મુક્ત રહો.
વાળની અંદર ડાઈ અને રસાયણનો ઉપયોગ ઓછો કરો..
                                                                                                                             

                            
                    લીંબુ વડે સૌદર્ય નિખારો 
                     

લીંબૂ સૌદર્ય વધારવામાં સૌથી વધુ ફાયદાકારક છે. ન્હાવાના પાણીમાં લીંબૂનો રસ મિક્સ કરીને ન્હાવાથી તાજગીનો અનુભવ થાય છે. 

-
લીંબૂનો રસ મધ મિક્સ કરીને વાળમાં લગાડવાથી વાળની સૂક્ષ્કતા દૂર થાય છે. 

- 
દસ દિવસના અંતરે લીંબૂમાં ગરમ પાણીમાં ફુદીનો અને તુલસી મિક્સ કરીને વરાળ લેવાથી ચહેરો ચમકે છે. 

- 
ઈંડામાં લીંબૂ મિક્સ કરીને લગાડવાથી ચહેરાની ચમક વધે છે. 

- લીંબુના રસમાં આમળાનુ ચૂરણ મિક્સ કરીને વાળની જડોમાં લગાડવાથી વાળ જલ્દી વધે છે
                               
                                                                                                                                                         R.B.K

No comments:

Post a Comment